Get App

મલ્લિકાર્જુન ખડગેએ દિવાળીને ‘ખુશીઓની ઈદ’ ગણાવતા રાજકારણ ગરમાયું! ભાજપે કોંગ્રેસને ગણાવી સનાતન વિરોધી

Mallikarjun Kharge Diwali Eid Remark: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દિવાળીને "ખુશીઓની ઈદ" ગણાવતા મોટો રાજકીય વિવાદ ઊભો થયો છે. ભાજપે કોંગ્રેસ પર સનાતન વિરોધી માનસિકતા અને તુષ્ટિકરણનો આરોપ લગાવ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Nov 09, 2026 પર 11:16 AM
મલ્લિકાર્જુન ખડગેએ દિવાળીને ‘ખુશીઓની ઈદ’ ગણાવતા રાજકારણ ગરમાયું! ભાજપે કોંગ્રેસને ગણાવી સનાતન વિરોધીમલ્લિકાર્જુન ખડગેએ દિવાળીને ‘ખુશીઓની ઈદ’ ગણાવતા રાજકારણ ગરમાયું! ભાજપે કોંગ્રેસને ગણાવી સનાતન વિરોધી
ભાજપે લગાવ્યો તુષ્ટિકરણ અને સનાતન વિરોધી માનસિકતાનો આરોપ

Mallikarjun Kharge Diwali Eid Remark: દિવાળીના પાવન તહેવાર નિમિત્તે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા આપવામાં આવેલા એક નિવેદનથી દેશના રાજકારણમાં મોટો વિવાદ ઊભો થયો છે. મીડિયા સાથે વાતચીત કરતી વખતે દેશવાસીઓને દિવાળીની શુભેચ્છાઓ પાઠવતા ખડગેએ કહ્યું હતું કે, "આ એક ખૂબ જ મોટો તહેવાર છે, જેને હિન્દુસ્તાનમાં બધા લોકો ઉજવે છે. તેનું એક જ કારણ છે કે આ ખુશીઓની ઈદ છે અને લાંબા સમય સુધી ચાલનારી ઈદ આ જ છે."

ભાજપે લગાવ્યો તુષ્ટિકરણ અને સનાતન વિરોધી માનસિકતાનો આરોપ

કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના આ નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) એ કોંગ્રેસ સામે આક્રમક વલણ અપનાવ્યું છે. ભાજપે કોંગ્રેસ પર વોટ-બેંક માટે તુષ્ટિકરણની રાજનીતિ કરવાનો અને સનાતન-વિરોધી માનસિકતા ધરાવવાનો ગંભીર આરોપ મૂક્યો છે. ભાજપના પ્રવક્તા સી.આર. કેસવને આ મામલે આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી પોતાની ઝેરી વોટ-બેંકની રાજનીતિ સાધવા માટે કરોડો હિન્દુ શ્રદ્ધાળુઓની આસ્થા અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં ક્યારેય પાછીપાની કરતી નથી.

બધા સમાચાર

+ વધુુ વાંચો