પોતાની જ સરકાર સામે સાંસદ મનસુખ વસાવાનો વિસ્ફોટ: PM મોદીને પત્ર લખી ફોરેસ્ટમાં 30 લાખના કૌભાંડ અને આદિવાસીઓ પર અત્યાચારનો કર્યો પર્દાફાશ | Moneycontrol Gujarati
Get App

પોતાની જ સરકાર સામે સાંસદ મનસુખ વસાવાનો વિસ્ફોટ: PM મોદીને પત્ર લખી ફોરેસ્ટમાં 30 લાખના કૌભાંડ અને આદિવાસીઓ પર અત્યાચારનો કર્યો પર્દાફાશ

Mansukh vasava Write a Latter To PM Modi : ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ PM મોદીને પત્ર લખી પોતાની જ સરકાર સામે મોરચો ખોલ્યો. ફોરેસ્ટ વિભાગમાં 30 લાખનું ટ્રાન્સફર કૌભાંડ અને 500 એકર જંગલ જમીન પર દબાણનો સનસનીખેજ આક્ષેપ. જાણો સમગ્ર મામલો.

અપડેટેડ 12:33:16 PM Sep 30, 2026 પર
Story continues below Advertisement
સાંસદ મનસુખ વસાવાએ PM મોદીને લખેલા પત્રમાં પોતાની સરકારની કામગીરી સામે તીવ્ર અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે, સાગબારાના આદિવાસી ખેડૂતોને આપણી જ સરકાર ખૂબ હેરાન કરી રહી છે અને તેમને કોઈ ન્યાય મળી રહ્યો નથી.

Mansukh vasava Write a Latter To PM Modi : ગુજરાતના રાજકારણમાં એક મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ભરૂચના ભારતીય જનતા પાર્ટી (BJP) ના દિગ્ગજ સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ સરકાર અને વહીવટીતંત્ર સામે મોરચો ખોલી દીધો છે. તેમણે સીધા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે, જેમાં ગુજરાતના ફોરેસ્ટ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચાર, જંગલની જમીન પર ગેરકાયદેસર દબાણ અને આદિવાસી ખેડૂતોને થતા અન્યાયનો પર્દાફાશ કર્યો છે.

"આપણી જ સરકાર આદિવાસીઓને હેરાન કરે છે"

સાંસદ મનસુખ વસાવાએ PM મોદીને લખેલા પત્રમાં પોતાની સરકારની કામગીરી સામે તીવ્ર અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે, સાગબારાના આદિવાસી ખેડૂતોને આપણી જ સરકાર ખૂબ હેરાન કરી રહી છે અને તેમને કોઈ ન્યાય મળી રહ્યો નથી. તેમણે આક્ષેપ કર્યો છે કે, આ ગંભીર બાબતો અંગે ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને વનમંત્રીને લેખિતમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.

પત્રમાં લગાવવામાં આવેલા ગંભીર આક્ષેપો

RFOની બદલીમાં લાખોનો ખેલ: સાંસદે સૌથી મોટો ખુલાસો કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) ને સારી જગ્યાએ ટ્રાન્સફર કરાવવા માટે 25 થી 30 લાખની મોટી રકમ આપવી પડે છે.


400થી 500 એકર જમીન પર દબાણ: ડેડિયાપાડા અને સાગબારા વિસ્તારમાં ચૈતર વસાવા, ગણેશ વસાવા અને અન્ય કેટલાક લોકોએ મળીને જંગલની 400 થી 500 એકર જમીન પર ગેરકાયદેસર રીતે ખેડાણ કરી દીધું છે.

તંત્રનું મૌન: સ્થાનિક લોકો અને માજી સરપંચે આ દબાણો અંગે અનેકવાર ફરિયાદો કરી છે, છતાં સ્થાનિક પ્રશાસન આંખ આડા કાન કરી રહ્યું છે અને દબાણકારોને છાવરી રહ્યું છે.

વૃક્ષારોપણના નામે કૌભાંડ: નર્મદા અને સુરત જિલ્લાના મોટા ડુંગરો પરથી આડેધડ વૃક્ષો કાપીને જમીન ખેડી નાખવામાં આવી છે. કાગળ પર વૃક્ષારોપણ દેખાડીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.

Mansukh vasava Write a Latter To PM Modi 1

ઉચ્ચસ્તરીય તપાસની માંગ

આદિવાસી નેતા અને સાંસદ મનસુખ વસાવાએ વડાપ્રધાન સમક્ષ આ સમગ્ર કૌભાંડની સઘન તપાસ માટે ઉચ્ચસ્તરીય તપાસ સમિતિ બનાવવાની માંગ કરી છે. તેમણે કહ્યું છે કે જંગલની જમીન પચાવી પાડનાર અને ભ્રષ્ટાચાર આચરનાર દોષિત અધિકારીઓ તેમજ લોકો સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.

એક ચાલુ સાંસદ દ્વારા પોતાની જ સરકારના મંત્રીઓ અને અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આટલા ગંભીર આક્ષેપો લગાવવામાં આવતા રાજકીય ગરમાવો આવી ગયો છે. હવે જોવું એ રહ્યું કે PMO (પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ) આ પત્રની નોંધ લઈને ગુજરાત સરકાર અને ફોરેસ્ટ વિભાગ સામે કયા મોટા પગલાં લે છે. આદિવાસી વિસ્તારોમાં આ મુદ્દો આગામી દિવસોમાં મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે.

આ પણ વાંચો- વોટર આઈડી બનાવનારાઓ માટે મોટા સમાચાર: ચૂંટણી પંચે અડધી રાતે ફોર્મ 6 માંથી SIR ઘોષણા પત્ર હટાવ્યું, જાણો શું થશે ફાયદો

MoneyControl News

MoneyControl News

First Published: Sep 30, 2026 12:33 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.