મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામો બાદ રાજ્યના આગામી મુખ્યમંત્રી કોણ હશે તેના પર રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. દરમિયાન, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજિત પવાર)ના નેતાઓની બેઠક યોજાઈ હતી. બેઠક બાદ એનસીપીના નેતા છગન ભુજબળે જણાવ્યું હતું કે, "આજે અમારા તમામ ધારાસભ્યો બેઠકમાં આવ્યા હતા, કાઉન્સિલના ઘણા સભ્યો પણ આવ્યા હતા અને બધાએ નક્કી કર્યું છે કે અજિત પવાર વિધાનસભામાં અમારું નેતૃત્વ કરશે. પરંતુ સીએમ કોણ હશે તે ત્રણેય પક્ષો કરશે.

