Get App

Nitin Nabin BJP President: ભાજપમાં 'નવીન' યુગ! બિહારના 45 વર્ષીય નીતિન નબીન બન્યા સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ, જાણો કોનો રેકોર્ડ તોડ્યો

Nitin Nabin BJP President: ભારતીય જનતા પાર્ટીને મળ્યા નવા સારથિ. 45 વર્ષીય નીતિન નબીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો. અમિત શાહ અને ગડકરીનો રેકોર્ડ તૂટ્યો. વાંચો દિલ્હીના કાર્યક્રમનો વિગતવાર અહેવાલ.

MoneyControl Newsઅપડેટેડ Jan 20, 2026 પર 12:50 PM
Nitin Nabin BJP President: ભાજપમાં 'નવીન' યુગ! બિહારના 45 વર્ષીય નીતિન નબીન બન્યા સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ, જાણો કોનો રેકોર્ડ તોડ્યોNitin Nabin BJP President: ભાજપમાં 'નવીન' યુગ! બિહારના 45 વર્ષીય નીતિન નબીન બન્યા સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ, જાણો કોનો રેકોર્ડ તોડ્યો
Nitin Nabin BJP President: ભારતીય જનતા પાર્ટીને મળ્યા નવા સારથિ. 45 વર્ષીય નીતિન નબીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો.

Nitin Nabin BJP President: ભારતીય જનતા પાર્ટી (BJP)માં આજથી એક નવા અને 'નવીન' અધ્યાયનો પ્રારંભ થયો છે. લાંબી ચર્ચાઓ અને અટકળો બાદ આખરે ભાજપને નવા સારથિ મળી ગયા છે. બિહારના બાંકીપુર બેઠક પરથી સતત 5 વાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા નીતિન નબીને આજે વિધિવત રીતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. માત્ર 45 વર્ષની વયે આ સર્વોચ્ચ પદ પર પહોંચીને તેમણે પક્ષના ઇતિહાસમાં એક નવો વિક્રમ સર્જ્યો છે.

સૌથી યુવા અધ્યક્ષ બનવાનો રેકોર્ડ

નીતિન નબીનની નિમણૂક સાથે જ ભાજપમાં યુવા નેતૃત્વનો નવો યુગ શરૂ થયો છે. તેઓ ભાજપના ઇતિહાસમાં સૌથી નાની વયના એટલે કે 45 વર્ષીય રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે. આ પહેલા આ રેકોર્ડ અમિત શાહ (49 વર્ષ) અને નીતિન ગડકરી (52 વર્ષ)ના નામે હતો. આટલું જ નહીં, નીતિન નબીન બિહારના એવા પહેલા નેતા અને પહેલા કાયસ્થ સમાજના અગ્રણી છે જેમને આ પ્રતિષ્ઠિત પદ મળ્યું છે.

વડાપ્રધાન મોદીની ખાસ ઉપસ્થિતિ

દિલ્હી સ્થિત ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે આજે સવારે 11:30 વાગ્યે એક ભવ્ય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદી મંચ પર પહોંચ્યા હતા અને નવનિયુક્ત અધ્યક્ષ નીતિન નબીનને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. વડાપ્રધાન ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, પૂર્વ અધ્યક્ષ જે.પી. નડ્ડા અને નીતિન ગડકરી પણ હાજર રહ્યા હતા.

આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા તેમજ કેન્દ્રીય મંત્રીઓ એસ. જયશંકર અને હરદીપ સિંહ પુરી સહિતના દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ભગવાનના આશીર્વાદ લઈને શરૂઆત કરી

બધા સમાચાર

+ વધુુ વાંચો