જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ ગયા અઠવાડિયે પદ સંભાળ્યા પછી દિલ્હીની તેમની પ્રથમ મુલાકાત દરમિયાન ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. જણાવી દઈએ કે રાજ્ય કેબિનેટ દ્વારા પસાર કરાયેલ પ્રસ્તાવ મુખ્યમંત્રી દ્વારા રજૂ કરવામાં આવે તેવી અપેક્ષા છે. જેમાં કેન્દ્રને જમ્મુ-કાશ્મીરનો રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા વિનંતી કરવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં, અબ્દુલ્લાની પાર્ટી નેશનલ કોન્ફરન્સે 90 માંથી 42 વિધાનસભા બેઠકો મેળવીને પોતાની સરકાર બનાવી છે. પાર્ટીએ ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું.