Get App

Air India Scam: PM મોદીએ મનમોહન સિંહની માફી માંગવી જોઈએ, CBIએ એર ઈન્ડિયાનો કેસ બંધ કરતા કોંગ્રેસની માગ

Air India Scam: સીબીઆઈએ એર ઈન્ડિયાના કથિત લીઝ કૌભાંડનો કેસ બંધ કરી દીધો છે. તેના પર કોંગ્રેસે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તત્કાલીન પીએમ ડો.મનમોહન સિંહની માફી માંગવી જોઈએ.

MoneyControl Newsઅપડેટેડ Mar 31, 2024 પર 10:39 AM
Air India Scam: PM મોદીએ મનમોહન સિંહની માફી માંગવી જોઈએ, CBIએ એર ઈન્ડિયાનો કેસ બંધ કરતા કોંગ્રેસની માગAir India Scam: PM મોદીએ મનમોહન સિંહની માફી માંગવી જોઈએ, CBIએ એર ઈન્ડિયાનો કેસ બંધ કરતા કોંગ્રેસની માગ
Air India Scam: મોદી સરકારે પણ દેશની જનતાની માફી માંગવી જોઈએ.

Air India Scam: એર ઈન્ડિયા લીઝ કૌભાંડ કેસમાં સીબીઆઈએ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે. આરોપ છે કે યુપીએ સરકારના સમયમાં એર ઈન્ડિયાના લીઝ મામલે અનિયમિતતાઓને કારણે લગભગ 860 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. તે સમયે પ્રફુલ પટેલ ઉડ્ડયન મંત્રી હતા. હવે કોંગ્રેસનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ પીએમ મનમોહન સિંહની માફી માંગવી જોઈએ. યુપીએ સરકાર પર ભ્રષ્ટાચારના ખોટા આક્ષેપો કરવામાં આવ્યા હતા. મોદી સરકારે પણ દેશની જનતાની માફી માંગવી જોઈએ.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું કે, અજિત પવાર જૂથ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેના ગઠબંધનના કારણે જ આ કેસ બંધ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કથિત કૌભાંડને લઈને CAGનો રિપોર્ટ લઈને દરેક જગ્યાએ જતા હતા. એક દિવસ પહેલા, એનસીપીના પ્રફુલ પટેલ ભાજપમાં જોડાયા હોવાથી સીબીઆઈએ કેસનો ક્લોઝર રિપોર્ટ ફાઈલ કર્યો હતો. ભાજપના વોશિંગ મશીનમાં ધોવાઈ જતાં તેઓ સ્વચ્છ થઈ ગયા છે.

તેમણે કહ્યું, પીએમ નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ અને તમામ દેશવાસીઓની માફી માંગવી જોઈએ. તેમણે પૂછ્યું કે, મનમોહન સિંહ પર કયા આધારે આરોપો લગાવવામાં આવ્યા? તેમના રાજકીય હિતો માટે ખોટા તથ્યો રજૂ કરવામાં આવ્યા હતા.

રમેશે કહ્યું કે, CAGના રિપોર્ટના આધારે મનમોહન સિંહ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. મનમોહન સિંહ સરકારના કથિત કૌભાંડોની જે યાદી તેમણે બનાવી હતી તે સંપૂર્ણપણે નકલી હતી. પ્રફુલ્લ પટેલ સામેનો કેસ બંધ થતાં શું સાબિત થાય છે? આ દર્શાવે છે કે ડૉ.મનમોહન સિંહ પર લગાવવામાં આવેલા આરોપો ખોટા છે. 2017માં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સીબીઆઈએ કેસની તપાસ શરૂ કરી હતી. આરોપ એવો હતો કે તત્કાલીન ઉડ્ડયન મંત્રી પ્રફુલ્લ પટેલે પોતાના પદનો ઉપયોગ કરીને એર ઈન્ડિયાના રૂટ અન્ય એરલાઈન્સને ફાળવ્યા હતા, જેના કારણે સરકારી એરલાઈન્સને નુકસાન થયું હતું. કોંગ્રેસ પાર્ટીએ વોશિંગ મશીન બતાવીને ભાજપ પર પ્રહારો કર્યા હતા.

બધા સમાચાર

+ વધુુ વાંચો