પીએમ નરેન્દ્ર મોદી દર વર્ષે 17 સપ્ટેમ્બરે તેમનો જન્મદિવસ ઉજવે છે. આજે પીએમ મોદી 74 વર્ષના થઈ ગયા છે. ત્યારે આજે પીએમ મોદીને જન્મદિવસની અનેક શુભેચ્છાઓ મળી છે. પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા, ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, "દીર્ઘદ્રષ્ટા નેતા અને ભારત માતાના મહાન પુત્ર, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની શુભેચ્છા." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "મજબૂત, સમૃદ્ધ ભારત માટેનું તમારું વિઝન દરેક હૃદયમાં ગુંજતું રહે છે. તમારું ગતિશીલ નેતૃત્વ અને અતૂટ સમર્પણ ભારતનું પરિવર્તન કરતું રહે અને પેઢીઓને પ્રેરણા આપે!"

