Get App

કોમનવેલ્થ ગેમ્સ 2030 ગુજરાતમાં યોજાવા પર રાજકારણ ગરમાયું, હુડ્ડાના મેડલવાળા નિવેદન પર બબીતા ફોગાટે કહ્યું- 'નૌટંકી કરવાનું બંધ કરો'

ભારતને 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળતા વિવાદ શરૂ થયો છે. કોંગ્રેસ સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ સંસદમાં વિરોધ કર્યો, જેના પર રેસલર બબીતા ફોગાટે તેમને 'નૌટંકી' કહીને જડબાતોડ જવાબ આપ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Aug 04, 2026 પર 5:00 PM
કોમનવેલ્થ ગેમ્સ 2030 ગુજરાતમાં યોજાવા પર રાજકારણ ગરમાયું, હુડ્ડાના મેડલવાળા નિવેદન પર બબીતા ફોગાટે કહ્યું- 'નૌટંકી કરવાનું બંધ કરો'કોમનવેલ્થ ગેમ્સ 2030 ગુજરાતમાં યોજાવા પર રાજકારણ ગરમાયું, હુડ્ડાના મેડલવાળા નિવેદન પર બબીતા ફોગાટે કહ્યું- 'નૌટંકી કરવાનું બંધ કરો'
કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ગુજરાતમાં થવાને લઈને કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડાએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે સંસદ પરિસરમાં અન્ય સાંસદો સાથે મળીને પ્રદર્શન કર્યું હતું.

ભારતને ફરી એકવાર રમતગમત ક્ષેત્રે મોટી સિદ્ધિ મળી છે. દેશને 2030 ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળી છે અને આ રમતોનું આયોજન ગુજરાતના અમદાવાદમાં કરવામાં આવશે. પરંતુ આ ઐતિહાસિક અને ગૌરવશાળી ક્ષણની સાથે જ દેશમાં રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસના સાંસદ અને ખેલાડીઓ વચ્ચે આ મુદ્દે શાબ્દિક યુદ્ધ છેડાઈ ગયું છે.

ભારતને સોંપાયો સત્તાવાર ઝંડો

તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સના સમાપન સમારોહ દરમિયાન 2030 માટે યજમાન તરીકે ભારતને સત્તાવાર રીતે ગેમ્સનો ઝંડો અને બેટન સોંપવામાં આવ્યા હતા. આ બેટન ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપરા, ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના અધ્યક્ષ પી.ટી. ઉષા અને ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ સ્વીકાર્યો હતો. ઓસ્ટ્રેલિયા બાદ ભારત એવો બીજો દેશ બનશે જે બે વખત કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરશે. આ પહેલા ભારતે 2010 માં દિલ્હીમાં આ રમતોનું આયોજન કર્યું હતું.

દીપેન્દ્ર હુડ્ડાનો સંસદમાં વિરોધ: 'મેડલ હરિયાણા આપે છે, તો રમત ગુજરાતમાં કેમ?'

કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ગુજરાતમાં થવાને લઈને કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડાએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે સંસદ પરિસરમાં અન્ય સાંસદો સાથે મળીને પ્રદર્શન કર્યું હતું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરતા હુડ્ડાએ લખ્યું, "મેડલ હરિયાણા આપે છે, તો રમત ગુજરાતમાં કેમ? આજે સંસદ પરિસરમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે હરિયાણાને યજમાન અથવા સહ-યજમાન બનાવવાની માંગ સાથે અમે પ્રદર્શન કર્યું છે."

પોતાની વાતને સાબિત કરવા માટે હુડ્ડાએ એક આંકડાકીય યાદી પણ શેર કરી છે. જે મુજબ,,ભારતે કુલ 39 મેડલ જીત્યા હતા, જેમાં 13 ગોલ્ડ હતા. આમાંથી હરિયાણાના ખેલાડીઓએ 7 ગોલ્ડ, 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. હુડ્ડાએ સરખામણી કરતા જણાવ્યું કે, હરિયાણાએ 11 મેડલ જીત્યા છે જ્યારે ગુજરાતના 0 મેડલ છે. બીજી તરફ, હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ પણ આ મુદ્દે કહ્યું કે આ પ્રદર્શને હરિયાણાને "દેશના સૌથી મજબૂત સ્પોર્ટ્સ સેન્ટર" તરીકે પ્રસ્થાપિત કર્યું છે.

બબીતા ફોગાટનો જડબાતોડ જવાબ: 'આવી નૌટંકી કરતા રહો'

બધા સમાચાર

+ વધુુ વાંચો