કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મેળવવું એ ભાજપના સાંસદો અને નેતાઓનું સ્વપ્ન હોય છે, પરંતુ કેરળના ભાજપ સાંસદ અને કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીએ આ બધાને આશ્ચર્યમાં મૂકી દીધું છે. તેમણે રવિવારે મોદી કેબિનેટમાંથી હટવાની ઈચ્છા વ્યક્ત કરી અને ભાજપના નવનિયુક્ત રાજ્યસભા સભ્ય સી. સદાનંદન માસ્ટરને પોતાની જગ્યાએ મંત્રી બનાવવાની ભલામણ કરી. આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ચર્ચાનો દોર શરૂ થયો છે.

