Delhi Election 2025: કોંગ્રેસે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 21 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ગુરુવારે યોજાયેલી CECની બેઠક બાદ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. પાર્ટીએ 21 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસે નરેલાથી અરુણા કુમારી, બુરારીથી મંગેશ ત્યાગી, આદર્શ નગરથી શિવાંક સિંઘલ, બદલીથી દેવેન્દ્ર યાદવ, સુલતાનપુર મજરાથી જય કિશન, નાગલોઈ જાટથી રોહિત ચૌધરીને, સલીમગઢથી પ્રવીણ જૈનને ટિકિટ આપી છે. જ્યારે વજીરપુરથી રાગીની નાયક, સદર બજારથી અનિલ ભારદ્વાજ, ચાંદની ચોકથી મુદિત અગ્રવાલ, બલ્લીમારનથી હારૂન યુસુફ, તિલક નગરથી પીએસ બાવા, દ્વારકાથી આદર્શ શાસ્ત્રી, નવી દિલ્હીથી સંદીપ દીક્ષિતને ટિકિટ આપવામાં આવી છે.