મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામોમાં વિરોધ પક્ષ MVA ગઠબંધનને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. જે બાદ વિપક્ષી નેતાઓએ ઈવીએમ પર સવાલ ઉઠાવ્યા હતા. હવે ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં EVM અને VVPAT સ્લિપના મેચિંગ વિશે માહિતી આપી છે. ECIએ કહ્યું કે 23 નવેમ્બરે મતગણતરીનાં દિવસે ચૂંટણી પંચે દરેક વિધાનસભા મતવિસ્તારમાં પાંચ બૂથની VVPAT સ્લિપની ગણતરી કરી હતી. આ ગણતરીમાં કોઈ ગેરરીતિ જોવા મળી નથી. આ સમયગાળા દરમિયાન, 288 વિધાનસભા મતવિસ્તારના 1440 VVPAT યુનિટની સ્લિપ મેચ કરવામાં આવી હતી.