આસામના મુખ્યમંત્રી હિમંતાા બિસ્વા સરમાએ એક કાર્યક્રમમાં ડાબેરીઓ અને ઉદારવાદીઓને હિન્દુઓ અને હિન્દુત્વ માટે સૌથી મોટો ખતરો ગણાવ્યો છે. તુષ્ટિકરણની રાજનીતિ કરનારાઓ પર પ્રહાર કરતા સરમાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, 'મુસ્લિમ સમુદાય કે ખ્રિસ્તીઓ ક્યારેય હિન્દુઓ માટે ખતરો નથી, હિન્દુ સમુદાયમાં કેટલાક લોકો એવા છે જે હિન્દુઓને નબળા પાડવા માંગે છે, તેમને ઓળખવાની જરૂર છે.'