Mohan Bhagwat: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે ગુરુવારે સમાજને ચેતવણી આપી હતી કે જો લોકો ફક્ત પોતાના વિશે જ વિચારે છે તો તેનું પરિણામ વસ્તીમાં ઘટાડો થશે. પૂણેમાં આયોજિત 'હિન્દુ સેવા મહોત્સવ'ના ઉદ્ઘાટન સમયે બોલતા ભાગવતે લોકોને અપીલ કરી કે તેઓ માત્ર અંગત લાભ વિશે જ ન વિચારે અને સમાજના ભલા માટે પરિવાર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે.

