Get App

Gujarat politics: ‘આપ’ના ધારાસભ્ય ઉમેશ મકવાણાનો મોટો નિર્ણય, દંડકપદેથી આપ્યું રાજીનામું, MLA પદ માટે જનતાને પૂછશે

મકવાણાએ જણાવ્યું કે તેઓ ટૂંક સમયમાં પછાત સમાજના આગેવાનો સાથે બેઠક યોજશે અને જનતાનો અભિપ્રાય લઈને ધારાસભ્યપદેથી રાજીનામું આપવા અંગે નિર્ણય લેશે.

MoneyControl Newsઅપડેટેડ Jun 26, 2025 પર 12:50 PM
Gujarat politics: ‘આપ’ના ધારાસભ્ય ઉમેશ મકવાણાનો મોટો નિર્ણય, દંડકપદેથી આપ્યું રાજીનામું, MLA પદ માટે જનતાને પૂછશેGujarat politics: ‘આપ’ના ધારાસભ્ય ઉમેશ મકવાણાનો મોટો નિર્ણય, દંડકપદેથી આપ્યું રાજીનામું, MLA પદ માટે જનતાને પૂછશે
ઉમેશ મકવાણાએ પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે, "વિસાવદરની પેટાચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા માટે આખી AAP મેદાનમાં ઉતરી, પરંતુ કડીના દલિત ઉમેદવાર જગદીશ ચાવડાને એકલા મૂકી દેવાયા."

Gujarat politics: આમ આદમી પાર્ટી (AAP)ના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પાર્ટીના દંડકપદ અને રાષ્ટ્રીય જોઇન્ટ સેક્રેટરીના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. જોકે, તેમણે ધારાસભ્યપદેથી રાજીનામું આપવા અંગે હજુ નિર્ણય લીધો નથી અને આ માટે તેઓ જનતાનો અભિપ્રાય લેશે. આ નિર્ણયથી AAPમાં ખળભળાટ મચી ગયો છે, અને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ છે.

AAP પર ગંભીર આરોપ

ઉમેશ મકવાણાએ પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે, "વિસાવદરની પેટાચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા માટે આખી AAP મેદાનમાં ઉતરી, પરંતુ કડીના દલિત ઉમેદવાર જગદીશ ચાવડાને એકલા મૂકી દેવાયા." તેમણે એમ પણ જણાવ્યું કે દરેક પાર્ટીમાં જાતિવાદી માનસિકતા વધી રહી છે અને પછાત સમાજના મુદ્દાઓ ઉપેક્ષાતા હોવાનો આક્ષેપ કર્યો.

ધારાસભ્યપદેથી રાજીનામું આપશે?

મકવાણાએ જણાવ્યું કે તેઓ ટૂંક સમયમાં પછાત સમાજના આગેવાનો સાથે બેઠક યોજશે અને જનતાનો અભિપ્રાય લઈને ધારાસભ્યપદેથી રાજીનામું આપવા અંગે નિર્ણય લેશે. તેમણે એમ પણ કહ્યું કે, જો રાજીનામું આપશે તો અપક્ષ લડવું કે નવી પાર્ટી બનાવવી તે અંગે આગામી સમયમાં નિર્ણય લેશે.

ઉમેશ મકવાણા કોણ છે?

ઉમેશ મકવાણા બોટાદ વિધાનસભા મતવિસ્તારમાંથી 2022માં AAPના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે ભાજપના ઘનશ્યામ વિરાણી અને કોંગ્રેસના મનહર પટેલને હરાવ્યા હતા. બોટાદના વતની ઉમેશ મકવાણા સામાજિક કાર્યકર તરીકે પણ જાણીતા છે. AAPએ તેમને 2024ની લોકસભા ચૂંટણીમાં ભાવનગરથી ઉમેદવાર બનાવ્યા હતા, જોકે તેમાં તેમનો પરાજય થયો હતો.

બધા સમાચાર

+ વધુુ વાંચો