વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Lands in Delhi) અમેરિકા અને ઇજિપ્તની પાંચ દિવસની મુલાકાત બાદ રવિવારે મોડી રાત્રે સ્વદેશ પરત ફર્યા. ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકરોએ વડાપ્રધાન મોદીનું ઘરે પરત ફરતા એરપોર્ટની બહાર ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને પાર્ટીના દિલ્હી યુનિટના પ્રમુખ વીરેન્દ્ર સચદેવા સિવાય દિલ્હીના તમામ બીજેપી સાંસદો આ પ્રસંગે હાજર હતા. અમેરિકા અને ઇજિપ્તની સરકારી મુલાકાતેથી ભારત પરત આવ્યા બાદ એરપોર્ટ પર જ પીએમ મોદીએ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને અન્ય નેતાઓને પૂછ્યું કે દેશમાં શું ચાલી રહ્યું છે?

