Adani Group Stocks: ઈન્ડેક્સ પ્રોવાઈડર FTSE રસેલ માહિતી માટે અદાણી ગ્રૂપના શેરોનું મોનિટરિંગ કરશે અને આ સિક્યોરિટીઝ માટે ઈન્ડેક્સ ફેરફારોની સમીક્ષા કરશે. FTSE રસેલે શનિવારે, 18 ફેબ્રુઆરીના રોજ એક પ્રેસ રિલીઝ દ્વારા આ જણાવ્યું હતું. રિલીઝમાં જણાવાયું હતું કે, “FTSE રસેલ પુષ્ટિ કરે છે કે તે તેની ઇન્ડેક્સ પદ્ધતિ અને નીતિ માર્ગદર્શિકાઓ અનુસાર અદાણી ગ્રૂપ (ભારત) અને તેની સંલગ્ન સિક્યોરિટીઝ માટેના ઇન્ડેક્સમાં ફેરફાર કરવા માટે સમીક્ષા હાથ ધરવાની યોજના ધરાવે છે, જે 20 માર્ચ 2023થી શરૂ થઇ અસરકારક રહેશે.