એસએસજે ફાઈનાન્સના વિરલ છેડાનું કહેવું છે કે નિફ્ટીમાં 18100ના લેવલ પાસે ટૉપ બનાવ્યું છે. આ સપ્તાહમાં પણ 18000ની આસપાસ ટચ કરી રહ્યો છે. છેલ્લા 4 દિવસથી લોઅર ટોપ- લોઅર બોટમ બનાવી રહ્યું છે. હાલમાં 17400નો સારો સપોર્ટ બની રહ્યો છે. અહીંથી થોડી પુલ બેક તેજી જોવા મળશે. શૉર્ટ ટર્મમાં આપણે કરેક્શન જોવા મળી શકે છે. નીચેમાં 17100-16000 સુધી લેવલ પણ જોવા મળી શકે છે. સોમવાર સુધી ટ્રેડ કરવું હોય તો 17400નો સ્ટૉપલોસ રાખીને ખરીદી કરી શકો છો. ઉપરમાં 17600-17650ના લેવલ જોવા મળી શકે છે. ઉપરમાં લાંબા ગાળામાં તેજી જોઈએ તો 17800-18000ના લવલે પાર કરે તો નવી તેજી જોવા મળી શકે છે. બેન્ક નિફ્ટીને આઉટ પરફોર્મ કરી રહ્યો હતો અને હાલમાં લોઅર સાઈડ પણ આઉટ પરફોર્મ કરી રહ્યો છે. ઉપરમાં 41850ની આસપાસ નવા હાઈ પણ બનાવ્યા હતા. તેના પેહેલાના લો હતા 39700 ને પણ બ્રેક કરીને તેના ઉફર ટ્રેડ કરી રહ્યા છે. આજે પણ ફરીથી બ્રેક કરી છે તો આપણે 39200-39000 સુધીના લેવલ જોવા મળી શકે છે.

