એલકેપી સિક્યોરિટીના કુનાલ શાહનું કહેવું છે કે છેલ્લા 2 મહિનામાં માર્કેટમાં સારી તેજી જોવા મળી હતી. આરબીઆઈની પૉલિસિથી ઘણી આશાઓ છે. ગુજરાતની ચૂંટણી પણ ચાલી રહી છે. છેલ્લા 2-3 દિવસમાં માર્કેટમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. માર્કેટમાં શું પરિણામ આવશે, તેના બાદ બીજી મૂવ શરૂ કરશે. આજે માર્કેટ સાઈડવેઝના કંસોલિડેશનના ફેઝમાં જોવા મળી રહ્યું છે.