LIC Share Price : અદાણી ગ્રૂપમાં એક્સપોઝરના કારણે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન એટલે કે LICના શેર પર દબાણ છે. આ કારણે મંગળવારે BSE પર LICના શેર રેકોર્ડ નીચલા સ્તરની નજીક રહ્યા હતા. શરૂઆતી કારોબારમાં શેર રૂ. 567.75 પર ખૂલ્યો હતો. શેરે એક દિવસ અગાઉ રૂ. 566ની નવી રેકોર્ડ નીચી સપાટી બનાવી હતી. 24મી જાન્યુઆરીએ જાહેર કરાયેલ હિંડનબર્ગ રિસર્ચના અહેવાલમાં અદાણી ગ્રૂપના શેરોમાં હેરાફેરી અને ઊંચા દેવાને લગતી ચિંતાઓ જાહેર થયા બાદ LICના શેરનું વેચાણ ચાલુ છે. વાસ્તવમાં, અદાણી ગ્રુપના શેરોમાં ભારે વેચવાલીને કારણે એલઆઈસીનું તેની કંપનીઓમાં રોકાણ નકારાત્મક થઈ ગયું છે.