પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસિસના પ્રદીપ હોતચંદાણીનું કહેવું છે કે આજે માર્કેટમાં અપ મૂવ આવી છે. નિફ્ટીમાં બરાબર 20 દિવસની મૂવિંગ એવરેજથી આપણે પુલ બેક જોયુ છે. ઉપરમાં 17428ના જે લેવલ હતા તેમાં ફેલ જોવા મળ્યો છે. માર્કેટમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યું છે. નિફ્ટીમાં 17064નો સારો સપોર્ટ પણ બની રહ્યો છે. અહીંથી એક પુક બેક પણ જોવા મળી શકે છે. હવે જો 17050ની નીચે સસ્ટેન કરે તો એક સેલ થઈ શકે છે.