મોતીલાલ ઓસવાલના રાહુલ શાહનું કહેવું છે કે હાલ માર્કેટમાં વોલેટિલિટી જોવા મળી રહી છે. નિફ્ટીમાં સેલ ઑફ 5 ટકા ઘટ્યા બાદ ક્યાકને ક્યા સપોર્ટ બનતું જોવા મળી રહ્યું છે. શુક્રવારે પણ માર્કેટમાં સેલ ઑફ જોવા મળ્યું છે. નિફ્ટીમાં 16500ના હાઈ પુટ ઓપ્શન 17000 અને 17300ના કોલ ઑપ્શનની પોઝિશન બનતી જોવા મળી રહી છે. હાલમાં 17130ની રેજિસ્ટેન્સ જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટીમાં આજે અન્ડર પર્ફોર્મન્સ વધારે થઈ રહ્યું છે.