Bank Fraud Safety Tips: વર્તમાન સમય ઓનલાઈન અને ડીજીટલ સર્વિસનો છે. આજના સમયમાં ફૂડ ઓર્ડર કરવાથી લઈને શોપિંગ સુધીના ઘણા મહત્વના કામો ઓનલાઈન અથવા ડિજિટલ રીતે થઈ રહ્યા છે. આ દિશામાં બેંકિંગ સર્વિસ (Online Banking) પણ ઝડપથી ઓનલાઈન અને ડીજીટલ મોડ તરફ આગળ વધી રહી છે. આજે આપણે પૈસા મોકલવા કે મેળવવા માટે ઓનલાઈન બેંકિંગ અથવા UPI એપનો ઉપયોગ કરીએ છીએ. તે જ સમયે મોટાભાગના બેંકિંગ સંબંધિત કામો જેમ કે ટ્રાન્ઝેક્શન, પાસબુક અને અન્ય ઘણા કામો ફક્ત ઑનલાઇન જ થઈ રહ્યા છે. ઘણી બેંકોએ હવે Whatsapp બેંકિંગ પણ શરૂ કર્યું છે. આ ઓનલાઈન સર્વિસને કારણે સુવિધાઓમાં વધારો થયો છે, તો તેના કારણે બેંકિંગ છેતરપિંડીની ઘટનાઓ પણ ઝડપથી વધી છે.

