બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
Reliance -
Jioએ બીજા 10 સર્કલમાં 5G સર્વિસ લૉન્ચ કરી. આગ્રા, કાનપુર, મેરઠ, પ્રયાગરાજ, તિરુપતિનો સમાવેશ કર્યો. નેલ્લોર (આંધ્ર), કાઝિકોડ, થ્રિસુર (કેરળ)માં 5G સર્વિસ લૉન્ચ કરી. મહારાષ્ટ્રમાં નાગપુર અને અહમદનગરમાં 5G સર્વિસ લૉન્ચ કરી.
Tata Motors -
Q3માં JLRનું હોલસેલ વેચાણ 5.7% વધી 2.15 Lk યુનિટ રહ્યુ. Q3નું JLRનું વેચાણ રેકોર્ડ હાઈ પર છે. Q3માં નવી રેન્જ રોવરનું વેચાણ સૌથી વધુ છે.
Lupin -
સ્પેનિશ આરોગ્ય મંત્રાલયે NaMuscla માટેના વળતરને મંજૂરી આપી. લ્યુપિન NaMuscla દવા બનાવે છે. સ્પેનમાં લ્યુપિનની ભાગીદારી કંપની Exeltis વેચાણ કરે છે. આ દવા વાપરનારાને સરકાર તરફથી વળતર મળશે. સ્નાયુઓમાં થતી myotonia નામની બિમારી માટે દવા વપરાય છે.