Get App

Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

MoneyControl Newsઅપડેટેડ Nov 18, 2022 પર 3:54 PM
Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેરStocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

PAYTM -

BofA સિક્યોરિટી યુરોપે 50.2 લાખ શેર ₹555ના ભાવે ખરીદ્યા. મોર્ગન સ્ટેનલી એશિયા સિંગાપોરે 60 લાખ શેર ₹555ના ભાવે ખરીદ્યા. સોસિએટ જનરલે 70.8 લાખ શેર ₹555ના ભાવે ખરીદ્યા. સોફ્ટબેન્ક SVF ઈન્ડિયા હોલ્ડિંગ્સે 2.93 કરોડ શેર ₹555.7ના ભાવે વેચ્યા. ગઈકાલની બ્લોક ડીલ પહેલા સોફ્ટ બેન્કનો PAYTMમાં 12.95% હિસ્સો હતો.

Nykaa -

સિટીએ NYKAAમાં ₹1000 કરોડની બ્લૉક ડીલ લૉન્ચ કરી. TPG કેપિટલે NYKAAમાં બ્લૉક દ્વારા હિસ્સો વેચ્યો. 0.5% ડિસ્કાઉન્ટમાં હિસ્સો વેચ્યો. TPG  કેપિટલ NYKAAમાં  2.28% હિસ્સો ધરાવે છે.

Vedanta -

22 નવેમ્બરે બોર્ડ બેઠક યોજાશે. બોર્ડ બેઠકમાં ત્રીજા વચગાળાના ડિવિડન્ડ પર વિચારણા કરશે.

BEL -

AVNL સાથે ડિફેન્સ વ્હીકલ અને ટેન્ક માટે કરાર કર્યા. AWEIL  સાથે ડિફેન્સ પ્રોડક્ટ અને એક્સપોર્ટ માટે કરાર કર્યા.

Fortis Healthcare -

SEBI એ IHH ને દિલ્લી HC માંથી મંજૂરી લેવા આદેશ આપ્યા. ઓપન ઓફર માટે આગળ વધવા કોર્ટથી મંજૂરી લેવી જરુરી. Fortis માં 26.1% ના ઓપન ઓફર માટે મંજૂરી જરુરી. નવેમ્બર 2018 માં IHH Health એ 31.17% હિસ્સો ખરીધ્યો છે. IHH Health એ Fortis માં ₹4000 કરોડનું નિવેશ કર્યુ હતુ.

Ultratech -

નાથદ્વારામાં ત્રીજો બિરલા વ્હાઇટ વોલ કેર પુટ્ટી પ્લાન શરૂ કર્યો. પ્લાન્ટ માટે કુલ ખર્ચ ₹187 કરોડ કર્યો. પ્લાન્ટની હાલની ક્ષમતા 13.0 Per Annum છે. જે માર્કેટમાં તેની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે. રાજસ્થાનના નાથદ્વારા ખાતે કંપનીનો ત્રીજો બિરલા વ્હાઇટ વોલ કેર પુટ્ટી પ્લાન્ટ શરૂ કર્યો. કંપની પાસે હવે વોલ કેર પુટ્ટીની ક્ષમતા વાર્ષિક 13.0 LMT છે, જે બજારોમાં તેની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે.

AHLUWALIA CONTRACTS -

મુંબઈ મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે ₹530.05 કરોડનો ઓર્ડર મળ્યો.

MAHINDRA LIFESPACES -

પુણેમાં પિંપરી-ચિંચવડમાં રહેણાક પ્રોજેક્ટ લોન્ચ કર્યો. Mahindra Citadel Phase 1 નામનો પ્રોજેક્ટ લોન્ચ કર્યો.

બધા સમાચાર

+ વધુુ વાંચો