Mahakumbh 2025: આ વખતે પ્રયાગરાજમાં મહાકુંભને ભવ્ય બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. મહાકુંભ શરૂ થવામાં વધુ સમય બાકી નથી. આવી સ્થિતિમાં અહીં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રયાગરાજમાં ગંગા પુલનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે તેમણે સ્ટેશન પર થયેલા રિ-ડેવલપમેન્ટના કામનો પણ હિસાબ લીધો હતો. વાસ્તવમાં અહીંના રેલવે સ્ટેશન પર 12 નવા ફૂટઓવર બ્રિજ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત કુલ 23 કાયમી હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવ્યા છે. મહાકુંભ દરમિયાન મોબાઈલ ટિકિટિંગનો પણ ઉપયોગ કરવામાં આવશે. આ સિવાય QR કોડ્સ ઇન્સ્ટોલ કરવામાં આવશે, જેના દ્વારા ટિકિટને સીધી એપ પરથી ડાઉનલોડ કરી શકાશે.