Operation Digiscrap: નવી મુંબઈના ન્હાવા શેવા બંદરે રાજસ્વ ખુફિયા નિદેશાલય (DRI) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 'ઓપરેશન ડિજીસ્ક્રેપ' નામના આ અભિયાનમાં 23 કરોડ રૂપિયાની કિંમતના જૂના લેપટોપ, CPU અને અન્ય ઈલેક્ટ્રોનિક સાધનો જપ્ત કરવામાં આવ્યા છે. આ સાથે જ સુરત સ્થિત તસ્કરીના માસ્ટરમાઇન્ડની પણ ધરપકડ કરવામાં આવી છે.