Get App

11મી ડિસેમ્બરે અમદાવાદની ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટીમાં યોજાશે સ્પોર્ટસ કોન્કલેવ

આ કોન્કલેવ માટે ટોચની 60થી વધુ સ્પોર્ટસ સ્ટાર્ટઅપ કંપનીઓએ નોંધણી કરાવી હતી, જે માટે અરજી કરવાનો સમય 2 ડિસેમ્બર 2023ના રોજ પૂરો થયો છે.

MoneyControl Newsઅપડેટેડ Dec 07, 2023 પર 6:00 PM
11મી ડિસેમ્બરે અમદાવાદની ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટીમાં યોજાશે સ્પોર્ટસ કોન્કલેવ11મી ડિસેમ્બરે અમદાવાદની ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટીમાં યોજાશે સ્પોર્ટસ કોન્કલેવ

અમદાવાદની ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટીમાં 11મી ડિસેમ્બરે યોજાનારા દેશના સૌથી પહેલા ગુજરાત સ્પોર્ટસ સ્ટાર્ટઅપ કોન્કલેવ દરમિયાન યોજાનારી પિચબુક પ્રતિયોગિતા માટે સાત સ્પોર્ટસ સ્ટાર્ટઅપ કંપનીઓને પસંદ કરવામાં આવી છે. આ કોન્કલેવ માટે ટોચની 60થી વધુ સ્પોર્ટસ સ્ટાર્ટઅપ કંપનીઓએ નોંધણી કરાવી હતી, જે માટે અરજી કરવાનો સમય 2 ડિસેમ્બર 2023ના રોજ પૂરો થયો છે.

રાજ્યના ગૃહ રાજયમંત્રી અને યુથ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, "રમતગમતના વૈશ્વિક નકશા પર ભારતની હાજરીમાં અત્યંત ઝડપથી વધારો થયો છે. સ્પોર્ટસ ઈન્ડસ્ટ્રી હવે ફક્ત પ્રતિસ્પર્ધાઓ પૂરતી મર્યાદિત નથી રહી, પણ અપાર ક્ષમતાઓ સાથેનું તેજીમય આર્થિક સેક્ટર બની છે."

વાયબ્રન્ટ ગુજરાતની પહેલના માળખામાં ગુજરાત સ્પોર્ટસ કોન્કલેવનું આયોજન સ્પોર્ટસ ઈકોસિસ્ટમમાં વધારો કરવાની આપણી પ્રતિજ્ઞા પાછળનો નોંધપાત્ર પ્રયત્ન છે તેમજ રોકાણને આકર્ષવામાં, આર્થિક વિકાસની ઉત્પ્રેરણા માટે અને ગુજરાતને વેપાર રોજગાર માટેનું હબ બનાવવા માટેનો મોટો પ્રયાસ છે." સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ટ્રાન્સ સ્ટેડિયા યુનિવર્સિટી અને સ્પોર્ટસકોમ ઈન્ડસ્ટ્રી કોન્ફીડરેશન સાથે ભાગીદારી કરીને આ કોન્કલેવનું આયોજન કર્યું છે.

નેક્સ્ટ જનરેશન આંત્રપ્રિન્યોરશિપ માટે સવલતો પૂરી પાડવા માટે ગુજરાત સરકાર સાથે મળીને કામ કરતા ઈન્ક્યુબેશન સેટઅપ સ્ટાર્ટઅપ ઈન્ડિયા અને આઈ- હબ દ્વારા આ કોન્કલેવને સમર્થન આપવામાં આવ્યું છે. ભારતમાં રમતગમતના વિકાસ અને દેશભરમાં સ્પોર્ટસના વ્યવસાયના પરિદ્રશ્યમાં અસાધારણ સિદ્ધિઓની ઓળખ માટેની ગુજરાત સરકારની દુરંદેશીતા સાથેના સમાયોજન તરીકે ગુજરાત સ્પોર્ટસ સ્ટાર્ટઅપ કોન્કલેવ સ્પોર્ટસ અને વેપાર વચ્ચેના આંતરછેદન સમાન હશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો