Get App

LPG ગેસ સિલિન્ડર સબસિડી અંગે સરકારનો મોટો નિર્ણય, આ લોકોની સબસિડી થશે બંધ

જો તમારી કમાણી 10 લાખથી વધુ છે તો તમારી LPG ગેસ સબસિડી બંધ થઈ શકે છે. સરકાર દ્વારા ગ્રાહકોને 7 દિવસનું અલ્ટીમેટમ આપતા SMS મોકલાઈ રહ્યા છે. જાણો શું છે નવા નિયમ.

MoneyControl Newsઅપડેટેડ May 11, 2026 પર 6:09 PM
LPG ગેસ સિલિન્ડર સબસિડી અંગે સરકારનો મોટો નિર્ણય, આ લોકોની સબસિડી થશે બંધLPG ગેસ સિલિન્ડર સબસિડી અંગે સરકારનો મોટો નિર્ણય, આ લોકોની સબસિડી થશે બંધ
જે લોકોને આ મેસેજ મળ્યો છે, તેમને 7 દિવસની અંદર જવાબ આપવા અથવા પોતાની માહિતી અપડેટ કરવા માટે કહેવામાં આવ્યું છે.

ગેસ સિલિન્ડર વાપરતા ગ્રાહકો માટે એક મોટા અને અગત્યના સમાચાર છે. સરકારે હવે ઘરેલુ ગેસ સિલિન્ડર પર મળતી સબસિડી અંગે કડક વલણ અપનાવ્યું છે. જો તમારી આવક નક્કી કરેલી મર્યાદા કરતા વધારે છે, તો હવે તમને ગેસ પર સબસિડી (LPG Subsidy) નો લાભ નહીં મળે. યોગ્ય અને પાત્ર લોકોને જ સબસિડી મળે તે હેતુથી સરકાર તરફથી ગ્રાહકોના મોબાઈલ પર એક ખાસ SMS મોકલવામાં આવી રહ્યો છે.

કોને આવી રહ્યા છે મેસેજ અને શું છે ચેતવણી?

સોશિયલ મીડિયા પર સીએ હિમાંક સિંગલાએ સરકારી ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ તરફથી આવેલો એક મેસેજનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. આ મેસેજ મુજબ, જો કોઈ ગ્રાહક અથવા તેના પરિવારના કોઈપણ સભ્યની કુલ ટેક્સેબલ આવક 10 લાખથી વધુ છે, તો તેમની ગેસ સબસિડી બંધ કરવામાં આવશે.

જે લોકોને આ મેસેજ મળ્યો છે, તેમને 7 દિવસની અંદર જવાબ આપવા અથવા પોતાની માહિતી અપડેટ કરવા માટે કહેવામાં આવ્યું છે. જો 7 દિવસમાં કોઈ જવાબ નહીં મળે, તો સબસિડી તાત્કાલિક ધોરણે બંધ થઈ શકે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો