Get App

Animal Husbandry: આ નંદીની વિશેષતા છે જાણવા જેવી, કિંમત અધધ પણ પૈસા વસૂલ

Animal Husbandry: રાજકોટના લાલપરી મેલડી માતા મંદિર ગીર ગૌશાળામાં ઋષભ નામનો એક નંદી છે, જે એક ઉત્તમ કેટેગરીનો બુલ છે. ઋષભનું બંધારણ, ઊંચાઈ અને લંબાઈ જ તેની વિશેષતા છે. આ નંદીની કિંમત અંદાજે 25 લાખ રૂપિયાની આસપાસ છે.

MoneyControl Newsઅપડેટેડ Nov 17, 2023 પર 10:52 AM
Animal Husbandry: આ નંદીની વિશેષતા છે જાણવા જેવી, કિંમત અધધ પણ પૈસા વસૂલAnimal Husbandry: આ નંદીની વિશેષતા છે જાણવા જેવી, કિંમત અધધ પણ પૈસા વસૂલ
Animal Husbandry: શ્રી લાલપરી મેલડી માતા મંદિર ખાતે ગીર ગૌશાળામાં ઋષભ નામનો એક નંદી છે.

Animal Husbandry: શ્રી લાલપરી મેલડી માતા મંદિર ગીર ગૌશાળા રાજકોટમાં આવેલી છે. આ ગૌશાળા વિશેષ એટલા માટે છે કે, અહીંયા ઉત્તમ ઓલાદના નંદી છે. અહીંયા માર્શેલો-2, શણગારો ધોલો, ઋષભ સહિત અનેક પ્રકારના નંદી છે. આ ગૌશાળાના બુલ સૌથી શક્તિશાળી અને શ્રેષ્ઠ હોય છે, જેથી આ નંદીને જોવા માટે લોકો દૂર દૂરથી તેના વિશે જણાવવા માટે આવે છે.

શ્રી લાલપરી મેલડી માતા મંદિર ખાતે ગીર ગૌશાળામાં ઋષભ નામનો એક નંદી છે. આ નંદીના માતા ભુવનેશ્વરી પીઠ ગોંડલમાં છે, જેનું નામ કાલિન્દી છે. આ ઋષભ નામના નંદીની ઉંમર સવા 3 વર્ષની છે. ઋષભનું બંધારણ, તેની ઊંચાઈ અને લંબાઈ જ તેની વિશેષતા છે.

આ નંદીની કિંમત અંદાજે 25 લાખ રૂપિયાની આસપાસ છે

ઋષભનું બંધારણ, તેની ઊંચાઈ અને લંબાઈ જ તેની વિશેષતા છે. કારણ કે, એક બુલનું સાચું બંધારણ તમને ત્યારે ખબર પડે જયારે તે 6 વર્ષનો થાય છે. પરંતુ આ નંદીનું બંધારણ, સાથે લંબાઈ અને ઊંચાઈ અત્યારથી જ તેની વિશેષતા છે. બે બ્રીડીંગ એટલે ,કે ભાવનગર સાગવડી અને ભુવનેશ્વરી પીઠની આ ઓલાદ છે. આ નંદીની ખાસિયત છે કે, આ નંદી દ્વારા જન્મેલા બચ્ચા દૂધ વધારે આપે છે. આ સાથે જ તમે કલર કોમ્બિનેશનમાં ફેરફાર કરવા માંગતા હોવ, તો તેના માટે આ નંદી એકદમ શ્રેષ્ઠ ઓપ્શન છે. આ નંદીની કિંમત અંદાજે 25 લાખ રૂપિયાની આસપાસ છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો