Get App

Gujarat news: અમદાવાદના નવા મેયર બન્યાં પ્રતિભા જૈન, તો પિંકી સોનીએ સંભાળી વડોદરાની કમાન

Gujarat news: મેયર અને ચેરમેન પદ મુદ્દે રાતથી જ ધમાસાણ શરૂ થઇ ગઇ હતી. છેલ્લી ઘડીએ અનેક મથામણો પણ ચાલી હતી. મોડી રાત સુધી નામો પર મહોર લાગી ન હતી. ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેનની પણ આજે જાહેરાત થશે. નવા મેયરની ચૂંટણીના આધારે નિમણૂંક કરવામાં આવી છે.

MoneyControl Newsઅપડેટેડ Sep 11, 2023 પર 7:01 PM
Gujarat news: અમદાવાદના નવા મેયર બન્યાં પ્રતિભા જૈન, તો પિંકી સોનીએ સંભાળી વડોદરાની કમાનGujarat news: અમદાવાદના નવા મેયર બન્યાં પ્રતિભા જૈન, તો પિંકી સોનીએ સંભાળી વડોદરાની કમાન
Ahmedabad new mayor : પ્રતિભા જૈનની અમદાવાદના નવા મેયર તરીકેની વરણી કરવામાં આવી છે.

New Mayor : રાજ્યની 6 મહાનગરપાલિકા અને 78 પાલિકા ઉપરાંત 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતના અઢી વર્ષ માટે નવા સુકાનીઓની પસંદગી માટે ભાજપે સેન્સ લીધી હતી. જે બાદ પ્રદેશ પાર્લામેન્ટરીમાં પસંદગીને આખરી ઓપ અપાયો હતો. સ્થાનિક સ્વરાજ્યની આ સંસ્થાઓમાં પહેલી ટર્મ સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં પૂર્ણ થાય છે. અને તે પહેલા ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ પાર્લામનેટરી બોર્ડની બેઠકના છેલ્લા દિવસે હોદ્દેદારોની નિમણૂક પર મંથન થયુ હતું.

વડોદરાના નવા મેયર પિંકી સોની

વડોદરાના નવા મેયર તરીકે પિંકી સોનીની વરણી થઇ છે. આ સાથે નવા ડે. મેયર ચિરાગ બારોટની વરણી થઇ છે. આજે અમદાવાદના નવા મેયરની પણ જાહેર થશે. તો આવતીકાલે સુરત, રાજકોટ, ભાવનગર, જામનગરના સુકાનીઓની જાહેરાત થશે. શાસક પક્ષના નેતા તરીકે મનોજ પટેલની વરણી કરવામાં આવી છે. આ સમયે શહેર ભાજપ પ્રમુખ, સાંસદ અને ધારાસભ્ય સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામે સૌ નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન અપીને ઉત્સાહ વધાર્યો હતો.

અમદાવાદના નવા મેયર પ્રતિભા જૈન

બધા સમાચાર

+ વધુુ વાંચો