Get App

RAJKOT NEWS: રાજકોટમાં ગણપતિ પંડાલમાં મોટી દુર્ઘટના, વોકળાનો સ્લેબ ધરાશાયી થતા 1 મહિલાનું મોત, 13 લોકો ઇજાગ્રસ્ત

RAJKOT NEWS: રાજકોટમાં સર્વેશ્વર ચોકમાં સ્લેબ ધરાશાયી થવાના મુદ્દે વિગતો સામે આવી છે. જેમાં સ્લેબ ધરાશાયી થવા મુદ્દે મનપા તપાસ કરશે. ત્યારે દુર્ઘટનામાં 15 લોકો ઘાયલ થયાના સમાચાર મળી રહ્યાં છે. 30 વર્ષ જૂના વોકળા પર વજન વધતા દુર્ઘટના બની હતી. સ્લેબ તૂટતા 30થી વધુ લોકો ખાબક્યા હતા.

MoneyControl Newsઅપડેટેડ Sep 25, 2023 પર 10:44 AM
RAJKOT NEWS: રાજકોટમાં ગણપતિ પંડાલમાં મોટી દુર્ઘટના, વોકળાનો સ્લેબ ધરાશાયી થતા 1 મહિલાનું મોત, 13 લોકો ઇજાગ્રસ્તRAJKOT NEWS: રાજકોટમાં ગણપતિ પંડાલમાં મોટી દુર્ઘટના, વોકળાનો સ્લેબ ધરાશાયી થતા 1 મહિલાનું મોત, 13 લોકો ઇજાગ્રસ્ત
RAJKOT NEWS: 30 વર્ષ જૂના વોકળા પર વજન વધતા દુર્ઘટના બની હતી.

RAJKOT NEWS: રાજકોટના ગીચ સર્વેશ્વર ચોકમાં નાળા ઉપર બનેલ સ્લેબનો એક ભાગ રવિવારે મોડી સાંજે ધરાશાયી થયો હતો, જેમાં ઓછામાં ઓછા 13 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે લોકો ચોકમાં સ્થાપિત ગણેશ પંડાલ અને આ વિસ્તારમાં અસંખ્ય ફાસ્ટ-ફૂડ જોઈન્ટ્સની મુલાકાત લઈ રહ્યા હતા.

દુર્ઘટના સમયે ગણપતિ પંડાલ પાસે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા.. આ ઘટનામાં 1 મહિલાનું મોત થયું હોવાનું સામે આવ્યુ છે.. જ્યારે 12થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.

ઇજાગ્રસ્તોને સિવિલમાં સારવાર માટે ખસેડાયા

સર્વેશ્વર ચોક દુર્ઘટના મામલે 30 વર્ષ જૂના વોકળા ઉપર વજન વધી જતા દુર્ઘટના સર્જાઈ હોવાનું મનપાનું તારણ છે. વોકળાનો સ્લેબ તૂટી પડવાથી 30 થી વધુ લોકો તેમાં ખાબક્યા હતા. તેમાં હજુ એક વૃદ્ધ મહિલા સહિત 2 વ્યક્તિઓ અતી ગંભીર હાલતમાં છે. તેમજ 13 લોકોને સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવેલા છે. અન્ય લોકોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો