Organ donation: સુરતમાં બ્રેઈન ડેડ વ્યક્તિનું હૃદય, કિડની, લીવર અને આંખોનું દાન કરીને 7 લોકોને નવું જીવન મળ્યું છે. ડોનેટ લાઈફ સંસ્થાના વડા નિલેશ માંડલેવાલાએ જણાવ્યું હતું કે, સુરતના કતારગામની વિશાલનગર સોસાયટીમાં રહેતા હિતેશ કચરિયાને 10 ડિસેમ્બરે માથાનો દુખાવો, ઉલ્ટી અને ચાલવામાં તકલીફ થવાને કારણે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન જાણવા મળ્યું કે તેઓ બ્રેઈન હેમરેજથી પીડાતા હતા અને મગજમાં સોજો આવી ગયો હતો અને 16 ડિસેમ્બરે ડોક્ટરોએ તેમને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા.