New Guinness World Record: વિશ્વમાં લોકો વિવિધ વસ્તુઓ કરતી વખતે રેકોર્ડ બનાવે છે. કેટલાક રેકોર્ડ એવા છે જે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલા છે. સમયાંતરે લોકો ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવે છે. તાજેતરમાં કેનેડાના માઈક જેકે પણ આવું જ કંઈક કર્યું. પરંતુ શું તમે જાણો છો કે માઈકે એવું શું કર્યું જેનાથી તેનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું? આ જાણીને તમને પરસેવો છૂટી જશે. આંખોમાંથી આંસુ પણ આવી શકે છે અને કાનમાંથી ધુમાડો પણ નીકળી શકે છે. સૌથી ઓછા સમયમાં 50 તીખાં મરચાં ખાવાનો રેકોર્ડ માઈકના નામે થઇ ગયો છે.

