Champions trophy 2025 schedule: ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન વર્ષ 2025માં થવાનું છે. આ વખતે આ ટૂર્નામેન્ટની યજમાની પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના હાથમાં છે. ટૂર્નામેન્ટને લઈને BCCIએ પહેલા જ ICCને કહ્યું હતું કે તે ભારતીય ટીમને પાકિસ્તાનના પ્રવાસ પર નહીં મોકલે. જે બાદ ICCએ પાકિસ્તાન સાથે ઘણી બેઠકો કરી અને અંતે નિર્ણય લેવામાં આવ્યો કે ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મોડલ પર રમાશે. હવે ICCએ આ ટૂર્નામેન્ટનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર કર્યું છે. જે અંતર્ગત ટુર્નામેન્ટની મેચો બે દેશો પાકિસ્તાન અને યુએઈમાં રમાશે. મેચો પાકિસ્તાનના કરાચી, લાહોર અને રાવલપિંડીમાં યોજાશે જ્યારે UAEના દુબઈ શહેરમાં.