Get App

Chandrayaan-3 Mission: આજે ચંદ્રયાન-3 'બે ભાગ'માં થશે વિભાજીત, ISRO વિક્રમ લેન્ડરથી પ્રોપલ્શન મોડ્યુલને કરશે અલગ

Chandrayaan 3: ચંદ્રયાન-3ના ચંદ્ર પર ઉતરવાનો સમય હવે ખૂબ નજીક આવી ગયો છે. ચંદ્રની આ યાત્રામાં ચંદ્રયાન માટે આજે એટલે કે ગુરુવાર ખૂબ જ ખાસ દિવસ હશે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) આજે પ્રોપલ્શન મોડ્યુલ (Propulsion Module)ને વિક્રમ લેન્ડર (Vikram Lander)થી અલગ કરશે. આ સાથે ચંદ્રયાન-3 બે ટુકડામાં વિભાજીત થઈ જશે. લેન્ડર વિક્રમ આજે બપોરે લગભગ 1 વાગ્યે પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થઈ જશે.

MoneyControl Newsઅપડેટેડ Aug 17, 2023 પર 10:38 AM
Chandrayaan-3 Mission: આજે ચંદ્રયાન-3 'બે ભાગ'માં થશે વિભાજીત, ISRO વિક્રમ લેન્ડરથી પ્રોપલ્શન મોડ્યુલને કરશે અલગChandrayaan-3 Mission: આજે ચંદ્રયાન-3 'બે ભાગ'માં થશે વિભાજીત, ISRO વિક્રમ લેન્ડરથી પ્રોપલ્શન મોડ્યુલને કરશે અલગ
ચંદ્રયાન-3 બુધવારે ચંદ્રની પાંચમી અને અંતિમ ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ્યું અને તેની સપાટીની નજીક આવી ગયું. ઈસરોએ કહ્યું કે આ સાથે ચંદ્રયાન-3એ ચંદ્ર પર પહોંચવાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. હવે તે ગુરુવારે પ્રોપલ્શન મોડ્યુલ અને લેન્ડર મોડ્યુલને અલગ કરવાની તૈયારી કરશે.

Chandrayaan 3 Lander Module Separation: ચંદ્રયાન-3 (Chandrayaan-3)ના ચંદ્ર પર ઉતરવાનો સમય હવે ખૂબ નજીક આવી ગયો છે. ચંદ્રની આ યાત્રામાં ચંદ્રયાન માટે આજે એટલે કે ગુરુવાર ખૂબ જ ખાસ દિવસ હશે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) આજે વિક્રમ લેન્ડરથી પ્રોપલ્શન મોડ્યુલને અલગ કરશે. આ સાથે ચંદ્રયાન-3 બે ટુકડામાં વિભાજીત થઈ જશે. લેન્ડર વિક્રમ આજે બપોરે લગભગ 1 વાગ્યે પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થઈ જશે.

પ્રોપલ્શન મોડ્યુલની મદદથી વિક્રમ લેન્ડર રોવર સાથે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચશે. આ પછી, લેન્ડર વિક્રમ પોતાની રીતે આગળની મુસાફરી નક્કી કરશે. ઈસરોએ એક ટ્વીટમાં જણાવ્યું કે વિક્રમ લેન્ડર આજે પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થવાનું છે.

ચંદ્રયાન ચંદ્રની ખૂબજ નજીક પહોંચ્યું

ચંદ્રયાન-3 બુધવારે ચંદ્રની પાંચમી અને અંતિમ ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ્યું અને તેની સપાટીની નજીક આવી ગયું. ઈસરોએ કહ્યું કે આ સાથે ચંદ્રયાન-3એ ચંદ્ર પર પહોંચવાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. હવે તે ગુરુવારે પ્રોપલ્શન મોડ્યુલ અને લેન્ડર મોડ્યુલને અલગ કરવાની તૈયારી કરશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો