Char Dham Yatra 2025: ઉત્તરાખંડમાં ચારધામ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની યાત્રા આ વર્ષે 30 એપ્રિલથી શરૂ થઈ રહી છે. ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન પણ 11 માર્ચથી શરૂ થશે. આ વખતે પ્રવાસ રજિસ્ટ્રેશન પ્રોસેસને આધાર કાર્ડ સાથે લિંક કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ સંદર્ભે, માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય હેઠળ સંચાલિત યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાને આ પ્રોસેસ સાથે આધાર કાર્ડ લિંક કરવાની પરમિશન માટે પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. આ પરમિશન મળ્યા બાદ રજિસ્ટ્રેશનને આધાર કાર્ડ સાથે લિંક કરવાની પ્રોસેસ શરૂ થશે. જો કે, તેમાં ઓછામાં ઓછો એક મહિનો લાગશે. આ પહેલ પ્રવાસ દરમિયાન સુરક્ષા અને વ્યવસ્થા ઊભી કરવામાં મદદરૂપ સાબિત થશે.

