ICC World Cup Final: અમદાવાદના વિશાળ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ ઈતિહાસમાં રેકોર્ડ થવા જઈ રહ્યો છે. વર્લ્ડ કપમાં પોતાની નીડર અને નિઃસ્વાર્થ બેટિંગથી હરીફ બોલરો પર દબાણ બનાવીને ટીમને શાનદાર શરૂઆત અપાવનાર ભારતીય કેપ્ટન રોહિત શર્મા આ વૈશ્વિક ખિતાબથી માત્ર એક જીત દૂર છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર વર્લ્ડ કપ ક્રિકેટની ફાઈનલ મેચ નિહાળવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન રિચર્ડ માર્લ્સ અમદાવાદ સ્ટેડિયમમાં હાજર રહેશે.

