CJP Protest in Delhi: સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી દ્વારા કાઢવામાં આવેલી માર્ચ દરમિયાન વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહી અંગેની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. આ મામલો ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સૂર્યકાન્ત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. અરજદારના વકીલે CJI સૂર્યકાન્તની અધ્યક્ષતાવાળી બેન્ચ સમક્ષ આ મામલાનો ઉલ્લેખ કરીને ગુરુવારે આ કેસ લિસ્ટ કરવા અને જલ્દી સુનાવણી કરવાની માંગ કરી હતી.

