Get App

આફ્રિકામાં ફેલાયો ઈબોલા વાઈરસ, ભારત સરકાર એલર્ટ; વિદેશથી આવતા પ્રવાસીઓ માટે નવી એડવાઈઝરી જાહેર

આફ્રિકામાં ઈબોલા વાઈરસના નવા કેસો નોંધાતા ભારત સરકાર એલર્ટ મોડ પર આવી છે. આરોગ્ય મંત્રાલયે આફ્રિકાથી આવતા પ્રવાસીઓ માટે ખાસ એડવાઈઝરી જાહેર કરી છે. જાણો લક્ષણો અને બચાવની સંપૂર્ણ માહિતી.

MoneyControl Newsઅપડેટેડ Jun 02, 2026 પર 3:13 PM
આફ્રિકામાં ફેલાયો ઈબોલા વાઈરસ, ભારત સરકાર એલર્ટ; વિદેશથી આવતા પ્રવાસીઓ માટે નવી એડવાઈઝરી જાહેરઆફ્રિકામાં ફેલાયો ઈબોલા વાઈરસ, ભારત સરકાર એલર્ટ; વિદેશથી આવતા પ્રવાસીઓ માટે નવી એડવાઈઝરી જાહેર
જોકે, મંત્રાલયે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, હાલમાં ભારતમાં ઈબોલાનો એક પણ કેસ નોંધાયો નથી.

કોરોના જેવી મહામારી બાદ હવે દુનિયા પર ઈબોલા વાઈરસનો નવો ખતરો મંડરાઈ રહ્યો છે. આફ્રિકાના કેટલાક દેશોમાં ઈબોલાના નવા કેસ સામે આવતા ભારત સરકાર સંપૂર્ણપણે સાવચેત થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા મંગળવારે એક નવી પબ્લિક હેલ્થ એડવાઈઝરી (આરોગ્ય માર્ગદર્શિકા) બહાર પાડવામાં આવી છે.

જોકે, મંત્રાલયે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, હાલમાં ભારતમાં ઈબોલાનો એક પણ કેસ નોંધાયો નથી. પરંતુ આગોતરી સાવચેતીના ભાગરૂપે આ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, જેથી વાઈરસને દેશમાં પ્રવેશતો અટકાવી શકાય.

આફ્રિકાથી આવતા પ્રવાસીઓ માટે 21 દિવસનો નિયમ

આરોગ્ય મંત્રાલયે પોતાની એડવાઈઝરીમાં ખાસ સૂચના આપી છે કે, જે લોકો છેલ્લા 21 દિવસમાં ઈબોલાથી પ્રભાવિત દેશોનો પ્રવાસ કરીને આવ્યા છે અથવા તે દેશોમાંથી પસાર (ટ્રાન્ઝિટ) થયા છે, તેમણે પોતાના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન રાખવું પડશે. જો વિદેશથી આવેલા કોઈ પણ પ્રવાસીમાં 21 દિવસની અંદર આ બીમારીના લક્ષણો દેખાય તો તરત જ સાવધાન થઈ જવું.

બધા સમાચાર

+ વધુુ વાંચો