Get App

'પહેલા ભારત પાછા આવો, પછી જ સુનાવણી થશે', બોમ્બે હાઈકોર્ટનો વિજય માલ્યાને જડબાતોડ જવાબ

બોમ્બે હાઈકોર્ટે ભાગેડુ વિજય માલ્યાને રોકડું પરખાવ્યું છે. કોર્ટે કહ્યું કે 'ભારત પાછા આવો તો જ અરજી પર સુનાવણી થશે'. જાણો 18 ફેબ્રુઆરી સુધીમાં માલ્યાએ શું કરવું પડશે.

MoneyControl Newsઅપડેટેડ Feb 12, 2026 પર 4:17 PM
'પહેલા ભારત પાછા આવો, પછી જ સુનાવણી થશે', બોમ્બે હાઈકોર્ટનો વિજય માલ્યાને જડબાતોડ જવાબ'પહેલા ભારત પાછા આવો, પછી જ સુનાવણી થશે', બોમ્બે હાઈકોર્ટનો વિજય માલ્યાને જડબાતોડ જવાબ
આ કેસની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ચંદ્રશેખરની બેંચે માલ્યાના વકીલને સ્પષ્ટ કહ્યું હતું કે, માલ્યાએ પાછા આવવું જ પડશે.

કાયદાના સકંજાથી બચવા માટે વિદેશ ભાગી ગયેલા વિજય માલ્યાને બોમ્બે હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે. વિદેશમાં બેઠા-બેઠા ભારતીય કાયદાનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહેલા માલ્યાને કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, જો તમારે તમારી અરજી પર સુનાવણી જોઈતી હોય, તો પહેલા ભારત પાછા આવવું પડશે.

અદાલતે કડક વલણ અપનાવતા ટકોર કરી હતી કે કોઈ પણ વ્યક્તિ કાયદાની પ્રક્રિયાથી ભાગીને ભારતીય અદાલતો પાસેથી રાહતની આશા રાખી શકે નહીં.

કાયદાથી ભાગીને ફાયદો નહીં મળે

આ કેસની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ચંદ્રશેખરની બેંચે માલ્યાના વકીલને સ્પષ્ટ કહ્યું હતું કે, "તમારે (માલ્યાએ) પાછા આવવું જ પડશે. જો તમે પાછા નથી આવી શકતા, તો અમે આ અરજી પર સુનાવણી કરી શકીએ નહીં." કોર્ટે ચેતવણી આપી છે કે વિદેશમાં રહીને કાયદાકીય પ્રક્રિયાનો લાભ ઉઠાવી શકાય નહીં. કોર્ટે માલ્યાને પોતાનો પક્ષ સ્પષ્ટ કરવા માટે 18 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો છે.

માલ્યાએ કોર્ટમાં શું માંગ કરી છે?

70 વર્ષીય વિજય માલ્યાએ બોમ્બે હાઈકોર્ટમાં બે મુખ્ય અરજીઓ કરી છે:

પહેલી અરજીમાં તેમને 'ભાગેડુ આર્થિક અપરાધી' જાહેર કરતા આદેશને પડકારવામાં આવ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો