Air India Plane Crash Report: એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના પાછળના કારણો કદાચ ટૂંક સમયમાં જાણી શકાશે. કારણ કે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ AI 171 વિમાન દુર્ઘટના અંગેનો તેનો પ્રારંભિક અહેવાલ નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને અન્ય સંબંધિત અધિકારીઓને સુપરત કર્યો છે. આ અહેવાલ બ્યુરોના પ્રારંભિક મૂલ્યાંકન અને પ્રારંભિક તપાસના તારણો પર આધારિત છે. જોકે રિપોર્ટમાં શું છે તે હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી, સૂત્રો જણાવે છે કે તેમાં ફ્લાઇટ ડેટા, ક્રૂ પ્રવૃત્તિ, હવામાન પરિસ્થિતિઓ અને વિમાનની તમામ મશીનરીના પ્રદર્શન વિશે માહિતી છે.