પહેલા પંખો આવશે, પછી વીજળી આવશે.. અદાણી ગ્રુપની આ જાહેરાત ખૂબ વાયરલ થઈ રહી છે. ભારતના બીજા સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણીની આગેવાની હેઠળના આ જૂથે 'હમ કરકે દિખાને હૈ' અભિયાન શરૂ કર્યું છે. જેમાં રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપવા માટે એડ કેમ્પેઈન શરૂ કરવામાં આવી છે. તેની ટેગલાઇન છે 'પહેલા પંખો આવશે, પછી વીજળી આવશે'. ગૌતમ અદાણીએ પોતે આ એડનો વીડિયો શેર કર્યો છે. અદાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વીડિયો સાથે લખ્યું, 'અમે જે વચનો આપીએ છીએ તે પૂરા કરીએ છીએ. આ વચનો માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિશે નથી, પરંતુ આશા, પ્રગતિ અને ઉજ્જવળ ભવિષ્ય વિશે છે. અમે તે કરીશું અને તે બતાવીશું.

