ભારતીય મૂળના નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના પાર્ટનર વિલ્મોર બૂચ ઘણા મહિનાઓથી અવકાશમાં 'ફસાયેલા' છે. હાલમાં જ સુનીતાની એક તસવીર સામે આવી, જેણે આખી દુનિયાને ચોંકાવી દીધી. તે ફોટોમાં સુનીતાની તબિયત ખૂબ જ ખરાબ દેખાઈ રહી હતી અને તેનું વજન પણ ઘટી ગયું હોવાનું દેખાઈ રહ્યું હતું, પરંતુ હવે એક નવા અને લેટેસ્ટ ફોટો દ્વારા સુનીતા વિલિયમ્સના ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં, લેટેસ્ટ ફોટોમાં, સુનીતા વિલિયમ્સ પહેલાથી વિપરીત સંપૂર્ણપણે સ્વસ્થ દેખાઈ રહી છે.