Get App

Gujarati Arrested in fraud Case: અમેરિકામાં ગુજરાતનો નિશાંત બન્યો નટવરલાલ.. 4.47 લાખ ડોલરનો કરી નાંખ્યો કાંડ, હવે ગણશે જેલના સળીયા

Nishant Patel Texas: લ્યો બોલો અમેરિકામાં જઈને પણ સરકારી યોજનાઓમાં કરી નાંખ્યું કૌભાંડ, ત્યાની સરકારે કોરોનાકાળ દરમિયાન નાના બિઝનેસ ધરાવતા લોકોને મદદ કરવા માટે શરૂ કરેલી સ્કીમનો ફેક ડોક્યુમેન્ટ્સ સબમિટ કરીને ગેરફાયદો ઉઠાવતા નિશાંત પટેલે 4 લાખ ડોલર ઓળવી લીધા.

MoneyControl Newsઅપડેટેડ Oct 10, 2023 પર 10:55 AM
Gujarati Arrested in fraud Case: અમેરિકામાં ગુજરાતનો નિશાંત બન્યો નટવરલાલ.. 4.47 લાખ ડોલરનો કરી નાંખ્યો કાંડ, હવે ગણશે જેલના સળીયાGujarati Arrested in fraud Case: અમેરિકામાં ગુજરાતનો નિશાંત બન્યો નટવરલાલ.. 4.47 લાખ ડોલરનો કરી નાંખ્યો કાંડ, હવે ગણશે જેલના સળીયા
Gujarati Arrested in fraud Case: આ સ્કીમનો ઘણા લોકોએ ગેરફાયદો ઉઠાવી ફેક પેપર્સ રજૂ કરીને લાખો ડોલર્સની લોન લઈ લીધી

Gujarati Arrested in fraud Case: ભારતમાં સરકારી યોજનાઓનો ગેરલાભ ઉઠાવવાના કિસ્સા કંઈ નવા નથી.. દરેક યોજનામાં લેભાગુ લાલચી લોકો છેતરપિંડી કરતા જ હોય છે પણ આવા તત્વો ફોરેન જાય તો પણ સીધા નથી રહેતા તેનું એક ઉદાહરણ સામે આવ્યું છે અમેરિકાના ટેક્સાસથી.. જ્યાં રહેતા નિશાંત પટેલ નામના એક ગુજરાતીને 4.47 લાખ ડોલરનો કાંડ કરવા બદલ જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.

શું છે સમગ્ર મામલો?

નિશાંત પટેલ પર ખોટા દસ્તાવેજો રજૂ કરીને કોરોનાકાળ દરમિયાન સરકાર દ્વારા અપાતી માફીપાત્ર લોન મેળવી લીધી હોવાનો આરોપ છે, આરોપીએ કોર્ટમાં પોતાનો ગુનો કબૂલી પણ લીધો છે અને આ મામલે 4 જાન્યુઆરી 2024ના રોજ કોર્ટ દ્વારા તેને સજા સંભળાવવામાં આવશે. નિશાંત પટેલ સિવાય આવા જ કૌભાંડમાં સામેલ ટેક્સાસમાં રહેતા હરજિત સિંહ નામના એક ભારતીયએ પોતાનો ગુનો કબૂલ્યો છે. અમેરિકાની સરકારે કોરોનાકાળ દરમિયાન નાના બિઝનેસ ચલાવતા લોકોને થયેલા નુકસાનની ભરપાઈ કરી આપવાના ઉદ્દેશથી બિઝનેસ પેપર્સ તેમજ બેન્ક ડોક્યુમેન્ટ્સના આધારે માફીપાત્ર લોન આપી હતી. મતલબ કે જો કોઈ બિઝનેસ ચોક્કસ સમયગાળામાં રિકવર ના થઈ શકે તો આ લોન માફ થઈ જતી હતી, પરંતુ આ સ્કીમનો ઘણા લોકોએ ગેરફાયદો ઉઠાવી ફેક પેપર્સ રજૂ કરીને લાખો ડોલર્સની લોન લઈ લીધી હતી, જેમાં ઘણા ભારતીયો પણ સામેલ હતા.

તપાસ તેજ

બધા સમાચાર

+ વધુુ વાંચો