એક નવા રિસર્ચમાં એવો અંદાજ છે કે વિશ્વભરમાં મુસ્લિમોની વસ્તી 1.16 અબજ અથવા 1,161,780,000થી વધુ વધવાની ધારણા છે. આ આગામી 100કે 200 વર્ષમાં નહીં પરંતુ આગામી કેટલાક દાયકાઓમાં થશે. વિશ્વના સૌથી ઝડપથી વિકસતા ધર્મોમાં ઇસ્લામ, ખ્રિસ્તી, હિંદુ અને યહુદી ધર્મનો સમાવેશ થાય છે. ‘પ્યુ રિસર્ચ સેન્ટર' દ્વારા હાથ ધરાયેલા અભ્યાસ મુજબ, 2050 સુધીમાં વૈશ્વિક મુસ્લિમ વસ્તી બે અબજને વટાવી જવાનો અંદાજ છે, જે મુસ્લિમોને વિશ્વનો સૌથી મોટો ધાર્મિક સમુદાય બનાવશે.