Get App

Cyclone Michaung: IMD આપ્યું એલર્ટ, 4 ડિસેમ્બરે તમિલનાડુમાં મિચોંગ વાવાઝોડું ત્રાટકશે

IMDની આગાહી અનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ સામે ઝઝૂમી રહેલું તમિલનાડુને હવે ચક્રવાતી તોફાનનો ફટક પણ પડી શકે છે. ચક્રવાત ‘મિચોંગ’ 4 ડિસેમ્બરની સાંજે તમિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા છે.

MoneyControl Newsઅપડેટેડ Dec 02, 2023 પર 4:16 PM
Cyclone Michaung: IMD આપ્યું એલર્ટ, 4 ડિસેમ્બરે તમિલનાડુમાં મિચોંગ વાવાઝોડું ત્રાટકશેCyclone Michaung: IMD આપ્યું એલર્ટ, 4 ડિસેમ્બરે તમિલનાડુમાં મિચોંગ વાવાઝોડું ત્રાટકશે
Cyclone Michaung: વાવાઝોડામાં પરિવર્તિત થવા જઈ રહેલું ‘મિચોંગ’ હિંદ મહાસાગરમાં આ વર્ષનું છઠ્ઠું અને બંગાળની ખાડીમાં ચોથું ચક્રવાત હશે.

Cyclone Michaung: ચક્રવાત મિચોંગ (Cyclone Michaung) જે બંગાળની ખાડી પર બની રહ્યું છે, તે સોમવારે સવારે ચેન્નાઈથી નીકળીને નેલ્લોર અને મછલીપટ્ટનમ વચ્ચે ટકરાય તેવી શક્યતા છે. IMD અનુસાર, આ તોફાનના કારણે આ સમગ્ર વિસ્તારમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ વાવાઝોડાને જોતા તિરુવલ્લુર જિલ્લામાં સોમવાર માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે અહીં 21 સેમી અથવા તેનાથી વધુ ભારે વરસાદ થઈ શકે છે.

આ દરમિયાન, સત્તાવાળાઓએ ચક્રવાત મિચોંગને ધ્યાનમાં રાખીને 4 ડિસેમ્બરે પુડુચેરી, કરાઇકલ અને યાનમ પ્રદેશોની તમામ શાળાઓ માટે રજા જાહેર કરી છે. પુડુચેરી અને તેના બહારના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે, જોકે શુક્રવારે વરસાદની તિવ્રતામાં ઘટાડો નોંધાયો છે.

IMDની આગાહી અનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ સામે ઝઝૂમી રહેલું તમિલનાડુને હવે ચક્રવાતી તોફાનનો ફટક પણ પડી શકે છે. ચક્રવાત ‘મિચોંગ’ 4 ડિસેમ્બરની સાંજે તમિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા છે. IMD એ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “ઉત્તર તટીય તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના રહેવાસીઓ 3 ડિસેમ્બરે અત્યંત ભારે વરસાદ (204.4 મીમીથી ઉપર) અને 4 ડિસેમ્બરે ભારેથી અતિ ભારે વરસાદનો અનુભવ કરે તેવી શક્યતા છે.” સુરક્ષિત રહો અને તમામ સાવચેતી રાખો!’

વાવાઝોડામાં પરિવર્તિત થવા જઈ રહેલું ‘મિચોંગ’ હિંદ મહાસાગરમાં આ વર્ષનું છઠ્ઠું અને બંગાળની ખાડીમાં ચોથું ચક્રવાત હશે. આ ચક્રવાતી તોફાનને મ્યાનમાર દ્વારા નામ આપવામાં આવ્યું છે. IMD એ તમિલનાડુ અને આંદામાન અને નિકોબાર ટાપુઓ તેમજ ઓડિશા સહિત દક્ષિણના કેટલાક વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓની આગાહી કરી છે, જે ચક્રવાતની સંભાવના વ્યક્ત કરે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો