Asia Famous Village: ભારત તેની સંસ્કૃતિ, ખોરાક અને લોકો માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તાજેતરમાં કેટલાક અહેવાલોમાં ભારતના એક ગામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે સમગ્ર એશિયામાં સૌથી વધુ શિક્ષિત ગામ છે. આ ગામનું નામ છે ધૌરા માફી જે ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં આવેલું છે. અલીગઢ તેના તાળા બનાવવાના ઉદ્યોગ અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી માટે પ્રખ્યાત છે. પરંતુ હવે તેમનું આ ખાસ ગામ દરેક જગ્યાએ સમાચારોમાં છવાયેલું છે.

