S-400 Missile System: ભારતીય સુરક્ષા માટે મોટા સમાચાર! રશિયાએ પુષ્ટિ કરી છે કે S-400 સિસ્ટમનું ચોથું સ્ક્વોડ્રન મે 2026 સુધીમાં ભારત પહોંચી જશે. જાણો 'ઓપરેશન સિંદૂર'માં આ સિસ્ટમે કેવી રીતે પાકિસ્તાનની બોલતી બંધ કરી હતી અને ક્યારે આવશે છેલ્લું યુનિટ.
પાકિસ્તાની હવાઈ હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આ 'સુદર્શન ચક્ર' ભારતમાં S-400નું નામ એ મહત્વનો ભાગ ભજવ્યો હતો.
S-400 Missile System: ભારતની સુરક્ષા વ્યવસ્થાને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતદાયક સમાચાર સામે આવ્યા છે. 'ઓપરેશન સિંદૂર'માં પાકિસ્તાનની ઊંઘ હરામ કરનાર અને દુશ્મનોના દાંત ખાટા કરનાર S-400 મિસાઈલ સિસ્ટમ હવે વધુ મજબૂત થવા જઈ રહી છે. રશિયાએ સત્તાવાર પુષ્ટિ કરી છે કે ભારતને S-400 એર ડિફેન્સ સિસ્ટમનું ચોથું સ્ક્વોડ્રન મે 2026 સુધીમાં મળી જશે.
આ સમાચાર એટલા માટે પણ ખાસ છે કારણ કે મે મહિનામાં જ ભારતીય સેનાના પરાક્રમ સમાન 'ઓપરેશન સિંદૂર'ની વર્ષગાંઠ પણ આવે છે. એટલું જ નહીં, આ સિસ્ટમનું પાંચમું અને છેલ્લું સ્ક્વોડ્રન વર્ષ 2027માં ભારત પહોંચશે.
ઓપરેશન સિંદૂર અને S-400નો પાવર
તમને જણાવી દઈએ કે મે 2025માં ભારતે 'ઓપરેશન સિંદૂર' હાથ ધર્યું હતું. આ ઓપરેશન એપ્રિલ 2025માં પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો જડબાતોડ જવાબ હતો, જેમાં ભારતના 26 નાગરિકો માર્યા ગયા હતા. ભારતે જવાબી કાર્યવાહી કરતા પાકિસ્તાનમાં 9 આતંકી ઠેકાણાઓ ધ્વસ્ત કર્યા હતા.
આ ઓપરેશનમાં S-400 સિસ્ટમે ગેમ ચેન્જરની ભૂમિકા ભજવી હતી. વાયુસેના પ્રમુખના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમે 300 કિમી દૂરથી જ પાકિસ્તાનના 5 ફાઈટર જેટ્સ અને એક મોટા AEW&C એરક્રાફ્ટને તોડી પાડ્યા હતા. પાકિસ્તાની હવાઈ હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આ 'સુદર્શન ચક્ર' ભારતમાં S-400નું નામ એ મહત્વનો ભાગ ભજવ્યો હતો.
S-400 (સુદર્શન ચક્ર) શું છે અને શા માટે ખાસ છે?
S-400 ટ્રાયમ્ફ દુનિયાની સૌથી એડવાન્સ 'સર્ફેસ-ટુ-એર' મિસાઈલ સિસ્ટમ માનવામાં આવે છે. તે એક સાથે અનેક કામો કરી શકે છે:
ટ્રેકિંગ: આ સિસ્ટમ 600 કિમી દૂરથી જ દુશ્મનના વિમાન કે મિસાઈલને જોઈ શકે છે.
રેન્જ: તે 400 કિમી સુધીના અંતરે દુશ્મનને નેસ્તનાબૂદ કરી શકે છે.
ક્ષમતા: એક સાથે 100 ટાર્ગેટ ટ્રેક કરી શકે છે અને 6 થી 36 ટાર્ગેટને એક સાથે તોડી શકે છે.
મોબાઈલ સિસ્ટમ: આ આખી સિસ્ટમ ટ્રક પર હોય છે, જેને માત્ર 5 થી 10 મિનિટમાં ગમે ત્યાં તૈનાત કરી શકાય છે.
રક્ષા કવચ: તે દુશ્મનના ફાઈટર જેટ, ક્રૂઝ મિસાઈલ, બેલેસ્ટિક મિસાઈલ અને ડ્રોનને રોકવામાં સક્ષમ છે.
ડીલ અને ડિલિવરીનું ગણિત
ભારત અને રશિયા વચ્ચે ઓક્ટોબર 2018માં 5 સ્ક્વોડ્રન માટે આશરે 40,000 કરોડની ડીલ થઈ હતી. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે સપ્લાય ચેઈનમાં થોડી અસર થઈ હતી, પરંતુ હવે તેમાં તેજી આવી છે. પહેલા ત્રણ સ્ક્વોડ્રન ભારતને મળી ચૂક્યા છે અને તૈનાત છે. ચોથું સ્ક્વોડ્રન મે 2026 સુધીમાં આવશે. પાંચમું સ્ક્વોડ્રન 2027માં આવશે.
ક્યાં છે તૈનાતી અને મિસાઈલ રિફિલ
હાલમાં જે ત્રણ સ્ક્વોડ્રન ભારત પાસે છે, તે વ્યૂહાત્મક રીતે ગોઠવાયેલા છે, પંજાબમાં પાકિસ્તાન બોર્ડર પર નજર રાખવા. સિલીગુડી કોરિડોરમાં નોર્થ-ઈસ્ટની સુરક્ષા માટે. પઠાણકોટ અને રાજસ્થાન-ગુજરાત સેક્ટરમાં પશ્ચિમી સરહદની સુરક્ષા માટે.
ઓપરેશન સિંદૂર દરમિયાન મિસાઈલોનો ઉપયોગ થયો હોવાથી સ્ટોક થોડો ઓછો થયો હતો, પરંતુ હવે રશિયાથી મિસાઈલ રિફિલ પણ આવી રહ્યો છે. ચોથું સ્ક્વોડ્રન મળતાની સાથે જ ભારતનું આકાશી સુરક્ષા કવચ લગભગ અભેદ્ય બની જશે અને તે પાકિસ્તાન તથા ચીન બંને સામે મજબૂત ડિટરન્સ ઊભો કરશે.