Justice Surya Kant: જસ્ટિસ સૂર્યકાંત સોમવારે 53માં મુખ્ય ન્યાયાધીશ ઓફ ઇન્ડિયા (CJI) તરીકે શપથ લેશે. જસ્ટિસ સૂર્યકાંત અનેક સીમાચિહ્નરૂપ ચુકાદાઓ અને આદેશોનો ભાગ રહ્યા છે, જેમાં જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 રદ કરવાનો, બિહાર SIR અને પેગાસસ સ્પાયવેર કેસનો સમાવેશ થાય છે. ન્યાયાધીશ સૂર્યકાંત વર્તમાન CJI, બી.આર. ગવઈનું સ્થાન લેશે. તેમનો કાર્યકાળ 23 નવેમ્બરની સાંજે સમાપ્ત થશે.

