Almonds Side Effects: બદામ શરીર માટે સ્વસ્થ નટ્સમાં સામેલ છે. આજે પણ લોકો સ્વાસ્થ્ય સુધારવા માટે કાજુ અને બદામ ખાવાની સલાહ આપે છે. અગાઉ કાજુ, બદામ કે અન્ય ડ્રાયફ્રૂટ્સ ખાવા સામાન્ય લોકોને પોસાય તેમ નહોતું. તે સમયે ન તો લોકો પાસે એટલા પૈસા હતા કે ન તો આ વસ્તુઓનું ઉત્પાદન વધારે હતું. પરંતુ હવે મધ્યમ વર્ગમાં વધુમાં વધુ ડ્રાયફ્રુટ્સ ખાવાનું ચલણ વધ્યું છે. શિયાળામાં લોકો ખાસ કરીને કાજુ અને બદામ ખાય છે. પોષક તત્વોથી ભરપૂર પાવરહાઉસ બદામ શરીરને ફિટ રાખવામાં અને અનેક બીમારીઓને દૂર રાખવામાં મદદ કરે છે, પરંતુ બદામનું વધુ પડતું સેવન ક્યારેક નુકસાન પણ કરી શકે છે. જાણો વધુ પડતી બદામ ખાવાથી શું નુકસાન થાય છે અને એક દિવસમાં કેટલી બદામ ખાવી જોઈએ?